પ્રચારના પડઘમ શાંત : રૂબરૂ સંપર્ક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર | પોરબંદર

ગુજરાતમાંવિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પોરબંદર જિલ્લાની બે વિધાનસભા બેઠકો મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બર થશે. પોરબંદર જિલ્લામાં મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અશોક કાલરીયા અને નાયબ ચૂંટણી અધિકારી કે.જી. ચૌધરીના માર્ગદર્શનમાં મતદાનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી છે. 9 ડિસેમ્બરના મતદાન થનાર હોય અને ગુરૂવારના સાંજથી ચૂંટણીના પ્રચારો બંધ થશે. બાદ સભા, સરઘસ, રેલી વગેરે કરી શકાશે નહીં. પોરબંદર જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર ચાલી રહ્યો છે. નેતાઓ ઘરે-ઘરે મત માગવા જઈ રહ્યા છે. શનિવારે મતદાન હોય શુક્રવારની રાતના કયામતની રાત બની રહેશે. મુખ્ય બન્ને પક્ષોના નેતાઓ પોરબંદરમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને આજેથી પ્રચાર બંધ થશે.

પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને લઈને તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ

ચૂંટણી પ્રચાર ચરમચીમાએ પહોંચ્યો, ગુરૂવારની સાંજથી સભા-સરઘસ બંધ થયા

અન્ય સમાચારો પણ છે...