જિલ્લાની 465 મતદાન મથકો પર 2,560 કર્મીઓ ફરજ બજાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર | પોરબંદર

જીલ્લાવહીવટી તંત્રએ અત્યાર સુધીમાં 1,99,000 લોકોને ઇવીએમ અને વીવીપેટ વિશે માહિતી અપાય છે. તેમજ 1,35,519 લોકોને વોટર ગાઇડ તથા વીવીપેટ પત્રીકાનું વિતરણ કરાયું. અને 1,10,954 સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું. ખર્ચ નિરીક્ષક, ફ્લાઈંગ સ્ક્વોડ, વિડિયો સર્વેલન્સ સહીત કુલ 24 અધિકારીઓની ટુકડી કાર્યરત કરવામાં આવી છે. પોરબંદર અને કુતિયાણા બન્ને બેઠકો પર મહિલા સંચાલિત સખી મતદાન મથક નક્કી કરાયા. બન્ને બેઠકો પર કુલ 826 દિવ્યાંગ મતદારો, જેમાંથી 30 મતદારોએ સહાયની માંગણી કરતા પીડબલ્યુંડી દ્વારા જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...