તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બરાડીયા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો

બરાડીયા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાબરાડીયા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની મીયાણી મરીન પોલીસને મળેલી બાતમીના આધારે પી.આઈ. સહિતના કાફલાએ દરોડા પાડીને સ્થળ પરથી દેશી દારૂનો આથો, કાર, ગેસના બાટલા સહિત કુલ રૂા. 22,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા સાજણ સાંગા નામનો શખ્સ બરાડીયા ગામની સીમ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય, આથી જિલ્લા અધિક્ષક અને ગ્રામ્ય ડી.વાય.એસ.પી. ની સુચનાથી મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. ભરવાડ સહિતના પોલીસ સ્ટાફે દરોડા પાડ્યા હતા અને સાજણ સાંગાને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી 600 લીટર દેશી દારૂ ભરેલા કેન, કેરબા, ગેસનો બાટલો તેમજ કાર સહિત કુલ રૂા. 22,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મરીન પોલીસે કાર સહિત કુલ રૂા. 22 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

અન્ય સમાચારો પણ છે...