• Gujarati News
  • વાહનોમાં પ્રેસ લખેલ હશે તો પગલા લેવાશે

વાહનોમાં પ્રેસ લખેલ હશે તો પગલા લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઘણા વાહનોમાં પ્રેસ શબ્દ જોવા મળે છે તો કેટલાક વાહનોમાં પી અને પોલીસ લખેલું હોય છે. રીતે ખોટી રીતે રોફ જમાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે જિલ્લા પોલીસવડાએ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં સરકાર દ્વારા પ્રેસ શબ્દ વાહનમાં લગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે, જ્યારે સાચા પત્રકારોને પોતાની મીડીયા કંપનીનું નામ દર્શાવવાની અનુમતી આપવામાં આવી છે. આથી બોગસ રીતે પ્રેસ શબ્દનો ઉપયોગ કરનારા વાહનોમાં પ્રેસ લખાણ દૂર કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત અનેક વાહનોમાં “પી” અને “પોલીસ” લખેલું પણ જોવા મળતું હોય, રીતે જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ પ્રકારે વાહનો ઉપર લખાણ લખનાર સામે પગલા લેવા ટ્રાફિક પોલીસને સૂચના આપી છે. આગામી 3 દિવસમાં વાહનોમાં રીતે ખોટા લખાણ લખાયા હોય તે દૂર કરવા તેમજ દંડ વસૂલવા પણ સૂચનાઓ આપી છે.