• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઓખીવાવાઝોડાના ભયને પગલે મોટા ભાગની બોટો પોરબંદરના બંદર ઉપર

ઓખીવાવાઝોડાના ભયને પગલે મોટા ભાગની બોટો પોરબંદરના બંદર ઉપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓખીવાવાઝોડાના ભયને પગલે મોટા ભાગની બોટો પોરબંદરના બંદર ઉપર પરત ફરી રહી છે. ત્યારે ફિશરીઝ વિભાગે જે બોટ પરત ફરી રહી છે તેમની નોંધણી કરાવવા માટે સૂચન કયર્ુ છે અને માટે ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કયર્ો છે.

ઓખી નામનું વાવાઝોડુ આગામી અને ડિસેમ્બરના રોજ સૈારાષ્ટ્રના દરીયા કિનારાને અસર કરે તેમ હોવાથી માછીમારી કરવા નિકળેલી બોટોને બંદરે પરત ફરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. બોટો બંદરમાં પરત ફરી રહી છે. ફિશરીઝ વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદરની ર૭૩૩ બોટ માછીમારી માટે નિકળી હતી તેમાંથી ર૧પપ બોટ પરત ફરી છે. હજુ પ૭૮ બોટ દરીયામાં છે. જે બોટ પરત ફરી છે તેઓએ ફિશરીઝ ગાર્ડની કચેરીમાં નોંધણી કરાવવા ફિશરીઝ અધિકારીએ જણાવ્યુ છે.

ફિશરીઝ વિભાગ ધ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેના નંબર રર૧પ૦૧૩ તેમજ રર૪૦૯૪૯ ઉપર જાણ કરવા જણાવ્યુ છે. ઉપરાંત બંદરમાં જે બોટો આવી રહી છે તેને માનવતાના ધોરણે લંગરવા દેવામાં આવે, તેમજ જે બોટ સંર્પક વિહોણી બની છે તે બોટના માલિકોએ પણ કંટ્રોલ રૂમને જાણ કરવા ફિશરીઝ વિભાગે એક યાદીમાં જણાવ્યુ છે.

2733 બોટ માછીમારી માટે ગઇ હતી, હજુ 578 બોટ દરીયામાં, તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બાદ માછીમારોને દરિયો ખેડવા તાકીદ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...