ફૂલઝરનેસમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવનાબરડા ડુંગરમાં હજુ પણ મોટી સંખ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ અવારનેવાર દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડે છે. ગઈકાલે રાણાવાવના ફુલજરનેશમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડી દેશી દારૂનો આથો, બેરલ, તાંબાની નળી અને પતરાના ડબ્બા સહિત કુલ રૂા. 10,300 મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠી ચલાવતો શખ્સ નાસી છૂટયો હતો.

રાણાવાવના ફુલજરનેશમાં રહેતા લાખા કાના રબારી નામનો શખ્સ ફુલજરનેશ ઉડી જરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય. આથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડી સ્થળ પરથી 1800 લિટર દેશી દારૂ બનાવવાનો આથો કિં.રૂા. 3600 પ્લાસ્ટિકના બેરલ નંગ-9 કિં. રૂા. 3600, તાંબાની નળી નંગ-૨ કિં. રૂા. 1000, બોઇલર બેરલ નંગ-૨ કિં. રૂા. 800, ફિલ્ટર બેરલ નંગ-૨ કિં. રૂા. 800, કેરબા નંગ-5 કિં. રૂા. 250 તેમજ પતરાના ડબ્બા નંગ-50કિ. રૂા. 250 સહિત કુલ રૂા. 10,300 મુદામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન દારૂ બનાવતો શખ્સ લાખા કાના રબારી નામનો શખ્સ નાસી છૂટયો હતો. પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધી. તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે દરોડા પાડી આથો, બેરલ, કેન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...