• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની ચોપાટી પર પાથરવામાં આવેલ લોનનું નિકંદન નિકળ્યું

પોરબંદરની ચોપાટી પર પાથરવામાં આવેલ લોનનું નિકંદન નિકળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ ચોપાટી ખાતે વિલા સરકીટહાઉસ પાછળના ભાગે પાથરવામાં આવેલ લોનનું નિકંદન નીકળ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે કાલજી લેવામાં આવે તેવી લોકમાગ ઊઠવા પામી હતી.

પોરબંદર શહેરમાં દેશ-વિદેશના અનેક યાત્રિકો અવારનવાર આવતા હોય છે. સુદામાનગરી અને મહાત્મા ગાંધી જન્મભૂમિની મુલાકાતે દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી પણ પર્યટકો ઉમટી પડતા હોય છે. ત્યારે પોરબંદર નગરમાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે. અને શહેરમાં રમણીય દરિયા કિનારો આવેલ હોવાથી દરિયાકિનારે પણ પ્રવાસીઓ જતા હોય છે. દરિયાકિનારે ચોપાટીનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. અને ચોપાટી પર દેશ-વિદેશના પર્યટકોને અધતન સુવિધાઓ મળી રહે તે માટે વિકાસના કામો કરવામાં આવ્યા છે. પરંતુ ચોપાટી પર વિલાસ સરકીટહાઉસ પાછળના ભાગે વાવવામાં આવેલ લોનની જાળવણી કરવામાંના આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી હોવાથી વાવેતર કરવામાં આવલ લોનનું નિકંદન નીકળી ગયું છે. જેથી જવાબદાર તંત્ર યોગ્ય રીતે કાળજી લઇ ઉપલબ્ધ સુવિધાઓની જાળવી કરે તેવી માંગ નગરજનોની ઉઠવા પામી હતી.

દેશ-વિદેશથી પર્યટકો આવતા હોઇ લોનની જાળવણી કરવા માંગ ઉઠી

અન્ય સમાચારો પણ છે...