• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર અંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોને માર્ગદર્શન

વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર અંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોને માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ શહેરમાં આવેલ અંધ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો હતો . જેમા દિલ્હીના પ્રવક્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને વિદેશી ચીજવસ્તુઓના બહિસ્કાર અંગે પ્રજ્ઞાચક્ષુઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું.

પોરબંદર શહેરમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા ગુરુકુળ ખાતે વિદેશી ચીજવસ્તુઓના બહિષ્કાર અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી જાગરણ મંચના મુખ્ય પ્રવકતા દિલ્હીથી સતિષભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે ઉદબોધન કરતા એવું જણાવ્યું હતું કે ગાંધીજી સ્વદેશી સૂત્ર આપ્યું હતું. અને આજે એજ મિશન લઈને સ્વદેશી જાગરણ મંચ કાર્ય કરી રહ્યું છે. ત્યારે ખાસ કરીને ચાઇનાની ચીજ વસ્તુઓના બહિષ્કાર ઉપર ભાર મૂકતા વધુમાં એવું જણાવ્યું હતું કે વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર તથા ભારતમાં બેરોજગારીની સમસ્યાઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે સ્વદેશી જાગરણ મંચ રોજગારીની ઝુંબેશ ચલાવી ને રોજગારી આપવાનું મિશન શરૂ કરી રહ્યું છે. તેમજ શહેરમાં આવેલ સાંદીપન, કિર્તિમંદિર, સુદામા મંદિરની પણ મુલાકાત લઇ સતિષભાઈએ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વદેશી જાગરણ મંચના પ્રમુખ જ્યોતિબેન મસાણી, વીપીનભાઇ ભાઈ, સચિનભાઈ મદલાણી વગેરે જહેમત ઉઠાવી હતી.

પોરબંદરમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...