• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વિશાળ કેન્ડલ માર્ચમાં 10 હજાર લોકો માનવ સાંકળ બનાવશે

વિશાળ કેન્ડલ માર્ચમાં 10 હજાર લોકો માનવ સાંકળ બનાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લા જિલ્લા ભીમ સમિતિ મહોત્સવ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 62માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વિશાળ કેન્ડલ માર્ચ તથા માનવ સાંકળ બનાવી અભિવાદન કરશે. જેમાં 10,000 થી વધુ લોકો જોડાશે. વિશ્વવિભૂતિ અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 62માં મહાપનિર્વાણ દિવસ નિમિત્તે વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. પોરબંદરમાં પણ પોરબંદર જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજના 5 કલાકે સુદામા શોકથી પેરેડાઈઝ ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી વિશાળ કેન્ડલમાર્ચ તથા વિશાળ માનવ સાંકળ બનાવશે. જેમાં 10,000થી પણ વધુ લોકો અભિવાદન કરશે.

{ ડૉ. આંબેડકરના 62માં નિર્વાણ દિવસ નિમિત્તે આયોજન

અન્ય સમાચારો પણ છે...