• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતો ચિંતીત, મગફળી સાચવણીમાં લાગ્યા

વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતો ચિંતીત, મગફળી સાચવણીમાં લાગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઓખી નામના વાવાઝોડાની આગાહી કરાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. બરડા પંથકમાં તૈયાર થયેલો પાક અને પશુ માટેનો ચારો ખેતરમાં પડયા હોવાથી ખેડૂતોમાં નુક્સાનીનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે વરસાદના છાંટા પડતાં પશુ માટેનો સારો અને મગફળીનો પાક સલામતી માટે માટે ખેડૂતો સાચવણીમાં મૂંઝાયા છે.

ઓખી નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને સમુદ્રમાં પણ મોજા ઉછળવાનું શરૂ થયું છે. ત્યારે અલગ-અલગ તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ત્રણ નંબરનું સિગ્નલ બંદર ઉપર લગાડવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં વરસાદના છાંટા પડયા હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ઓખી નામના વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અને હાલ બરડા પંથકમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. અમૂક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક ખરામાંજ પડ્યો છે. મગફળીનો પાક તેમજ પશુઓ માટેનો ચારો ખેતરમાં પડયો હોવાથી ખેડૂતો તેને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મોટાભાગના ખેડૂતો પાસે પશુ માટેનાં સારાને યોગ્ય સ્થળે પહોંચાડવાની સવલત હોવાથી નુકશાનીનો ભય પણ સેવી રહ્યા છે. અને હાલ શિયાળાની ઋતુમાં જેમ ચોમાસુ નજીક આવતું હોય ત્યારે ખેડૂતો કાગડોથી અને તાલપત્રી ઓથી પશુ માટેના ઘાસ સારાની સાચવણીમાં મુંજાયા હોય તેવો માહોલ બરડા પંથકમાં સર્જાયો છે.

બરડા પંથકમાં તૈયાર થયેલ પાક અને પશુ માટેનો ચારો ખેતરમાં પડયો હોવાથી ખેડૂતોમાં નુકસાનીનો ભય સેવાયો

અન્ય સમાચારો પણ છે...