તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • શહેરમાં ઠેર ઠેર ગટર જામ થઇ જતાં પાણીનો યોગ્ય નિકાલ થતાં ગંદુપાણી રસ્તાઓ પર ફરી વળે છે : તંત્ર સામે

શહેરમાં ઠેર-ઠેર ગટર જામ થઇ જતાં પાણીનો યોગ્ય નિકાલ થતાં ગંદુપાણી રસ્તાઓ પર ફરી વળે છે : તંત્ર સામે લોકોનો આક્રોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ જનકપુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભગટરનું કામ પૂરૂં કરાયું નહીં હોવા છતાં ગટરનું ભૂગર્ભગટરમાં જોડાણ આપી દેવામાં આવ્યું હોવાથી ગંદા પાણીનો ભરાવો થતા ગટર ઉભરાઈ છે જેના કારણે રસ્તા પર ગંદુ પાણી ફરી વળે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. પોરબંદરમાં બે વર્ષથી ભૂગર્ભગટરની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલી રહેલ ભૂગર્ભગટરની કામગીરી પૂરી કરાઈ હોવા છતાં શહેરમાં આવેલ જનકપુરી સોસાયટી સહિતના વિસ્તારોમાં જોડાણ આપી દેવામાં આવ્યા હોવાનું ક્રિષ્નાબેન ઠાકરે જણાવ્યું હતું. ભૂગર્ભગટરનું કામ ચાલુ હોવા છતાં ગટરનું જોડાણ આપી દેવામાં આવ્યું હોય, જેથી ગંદા પાણીનો નિકાલ થઈ શકતો નથી. ગટરજામ થવાના કારણે પાણીનો યોગ્ય રીતે નિકાલ થવાથી ગટર ઉભરાઈ છે. અનેક જગ્યાએ જોડાણ આપેલ હોવાથી ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે. તંત્ર દ્વારા ચાલી રહેલ ભૂગર્ભગટરમાં જ્યાં-જ્યાં કનેક્શન આપેલ હોય તે તાત્કાલીક બંધ કરવા માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...