તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવિરડીપ્લોટમાં ગટરની નિયમિત સફાઈ થતા ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને 40 જેટલી મહિલાઓ સહિતના લોકો નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેનના ઘરે થાળી લઈને પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ આજે નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ સ્થળ પર મુલાકાત લીધી હતી અને વિરડી પ્લોટમાં નિયમિત સફાઈ થતા તાત્કાલીક 4 જેટલા સફાઈ કામદારોને 15 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. બાબતે લોકોને જણાવ્યું હતું કે, નિયમિત સફાઈ કરતા સફાઇ કર્મચારીઓ ઉપર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે ડાયવર્ઝન બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...