તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલખડામાં બ્લાસ્ટીંગનાં કામથી મકાનોને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાપાલખડા ગામે થોડા સમય પહેલા બોક્સાઈટના એરીયામાં બ્લાસ્ટીંગની કામગીરી ચાલી રહી હતી અને બ્લાસ્ટીંગની કામગીરીથી પાલખડા ગામના રહેવાસીઓના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી અને લોકોને તેના કારણે નુકસાની ભોગવવી પડી રહી છે ત્યારે ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, તંત્ર દ્વારા નુકસાનને લઈને વળતર આપવામાં આવે.

પોરબંદરના પાલખડા ગામે તા. 22/8/2005 ના રોજ બોક્સાઈટની કામગીરી દરમિયાન 150 જેટલા બ્લાસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેના કારણે નુકસાન થયું હતું અને પોલીસ ફરીયાદ પણ નોંધાવવામાં આવી હતી.

પરંતુ અત્યારસુધી કોઈ કાર્યવાહી થઈ નથી. પાલખડા ગામે બોક્સાઈટ બ્લાસ્ટીંગના કારણે મકાનો, મંદિરોમાં તિરાડો પડી ગઈ હતી અને કોઈ મોટી જાનહાનિ બને તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. બોક્સાઈટના બ્લાસ્ટીંગની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોને થયેલ નુકસાન અંગે વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...