તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરમાં ગૃહિણીનું બજેટ ખોરવાતા ઘર ચલાવવું બન્યું મુશ્કેલ

પોરબંદર શહેરમાં ગૃહિણીનું બજેટ ખોરવાતા ઘર ચલાવવું બન્યું મુશ્કેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છતા પૈસાએ મારવા પડે છે વલખા : ઉધારીમાં કરવી પડે છે ખરીદી

પોરબંદરશહેરમાં 500 અને 1000 ની નોટ બંધ થવાના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાયું હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે છતા પૈસાએ છુટાના અભાવથી મહિલાઓને વલખા મારવા પડે છે અને ઉધારીમાં શાકભાજી સહિત કરીયાણાની ખરીદી કરવી પડી રહી છે.

500 અને 1000 ની નોટબંધીના કારણે ઠેરઠેર લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પોરબંદર શહેરમાં પણ મોટી મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે. છુટાના અભાવે લગ્નપ્રસંગોમાં પણ જરૂરીયાત પૂરતી ખરીદી થઈ રહી છે ત્યારે લગ્નપ્રસંગમાં ભોજન માટે મેનુમાં પણ ઘટવા લાગ્યા છે. શહેરમાં ગૃહણિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાના પ્રશ્નો ઉદભવ્યા છે. નોટ બંધ થવાના કારણે છૂટા પૈસા હોવાથી મહિલાઓને ઘર ચલાવવા માટે ઉધારમાં શાકભાજી સહિત કરીયાણાની ખરીદી કરવી પડી રહી છે. હાલ છતા પૈસાએ વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે છુટા પૈસા હોવાથી મહિલાઓનું બજેટ ખોરવાતા ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

કરીયાણા અને શાકભાજીનાં વેપારીઓ પાસે પણ 2000ની નોટનાં છુટા નથી

અન્ય સમાચારો પણ છે...