તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના ગોસા ગામે PGVCLની બેદરકારીને કારણે 2 પક્ષીઓના મોત

પોરબંદરના ગોસા ગામે PGVCLની બેદરકારીને કારણે 2 પક્ષીઓના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયરના લટકતા તારમાં અવારનવાર નિર્દોષ પક્ષીઓ મોતને ભેટે છે

પોરબંદરનાગોસા ગામે પી.જી.વી.સી.એલ. ની બેદરકારીથી ઈલેક્ટ્રીક વાયરના લટકતા તારમાં અવારનવાર નિર્દોષ પક્ષીઓના મોત થાય છે ત્યારે તારમાં બે વરવાંગડા પક્ષીઓના મોત થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પોરબંદરના ગોસા ગામે પી.જી.વી.સી.એલ. ની બેદરકારીને કારણે ઈલેક્ટ્રીક વાયરો લટકતા જોવા મળી રહ્યા છે અને લટકતા બે તાર અથડાતા વિજકરંટ લાગતા અવારનવાર પક્ષીઓના મોત નિપજતા હોય છે ત્યારે પી.જી.વી.સી.એલ. ની બેદરકારીને કારણે બે વરવાંગડા પક્ષીઓના મોત થતા વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ત્યારે તંત્ર અવારનવાર રજૂઆત કરાતા કોઈ કાર્યવાહી નહીં કરાતા નિર્દોષ પક્ષીઓ મોતને ભેટે છે જેને લઈને લોકોમાં પી.જી.વી.સી.એલ. સામે રોષ જોવા મળ્યો હતો અને ઈલેક્ટ્રીક વાયરોનું તાત્કાલીક સમારકામ કરાવવાની માંગણી કરી હતી. અને પક્ષીઓનાં બનાવો અવાર-નવા બની રહ્યા છે પરંતુ પીજીવીસીએલનાં કર્મચારીઓની ઘોર બેદરકારી બનાવમાં સામે આવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

પીજીવસીએલની બેદરકારીથી પક્ષીઓને જીવ ગુમાવવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...