તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનાં હસ્તે કરોડોનાં રસ્તાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો

નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનાં હસ્તે કરોડોનાં રસ્તાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં જ્યુબેલીના પુલ ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હસ્તે રૂા. 3.30 કરોડના ખર્ચે બનનારા રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યુબેલીના પુલ ખાતે રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરમાં જ્યુબેલીથી હનુમાનગુફા પોલીસચોકી સુધી 14 મીટર અને રામકૃપા ટ્રાવેલ્સથી મામાના મંદિર સુધી 7 મીટર તથા ખાદીગ્રામ થી પોસ્ટઓફિસ સુધી 12 મીટરમાં તૈયાર થનાર રોડના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રોડનું નવિનીકરણ 3.30 કરોડના ખર્ચે થશે. 8 મહિનામાં રોડનું કામ પૂરૂં કરવામાં આવશે. તકે નપાના ઉપપ્રમુખ સરજુભાઈ કારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમ ઓડેદરા, છાયા ન.પા. ના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, અરવિંદભાઈ પાંજરી, ચેતનાબેન તિવારી, ખીમજીભાઈ, હરીશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકાનાં પ્રમુખનાં હસ્તે ખાતમુર્હૂત. તસ્વીર: કે.કે.સામાણી

8 મહિનામાં કામ પુર્ણ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...