તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઢી વર્ષથી ગટર તૂટી જતા દુષિત પાણીનો થાય છે ભરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક રજૂઆતો કરવા છતાં રીપેરીંગનું કામ કરવામાં આવતા ભારે હાલાકી

રોકડીયા હનુમાન વિસ્તારમાં

પોરબંદરશહેરમાં આવેલ રોકડીયા હનુમાન વિસ્તાર ખાતે છેલ્લા અઢી વર્ષથી ગટર તૂટી જતા ગંદા પાણીનો ભરાવો થાય છે. વિસ્તારમાં ગટરનું ગંદું પાણી ભરાયેલ રહેતું હોવાથી લોકોને અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોરબંદર શહેરમાં આવેલ રોકડીયા હનુમાન વિસ્તારમાં ગટર તૂટી ગઈ હોવાથી ગંદા પાણીનો ભરાવો થાય છે. વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી તૂટી ગયેલ ગટરને કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. લોકોના માથા ફાટી જાય તેવી દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણીથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી રોગચાળો ફાટી નીકળે છે. જેના કારણે લોકોને અહીં રહેવું મુશ્કેલ બન્યું છે. તૂટેલ ગટર રીપેર કરવા જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો હતો. આમ અનેક વખત રજુઆત કરવા છતાં પણ ગટર રીપેર કરવામાં નથી આવતી.

અન્ય સમાચારો પણ છે...