તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા રામબા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા રામબા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ રામબા બી.એડ્. કોલેજમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ડિસ્ટ્રીક્ટ બ્રાન્ચ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિતનાઓએ રક્તદાન આપી 150 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા રામબા બી.એડ્. કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં કોલેજના પ્રિન્સીપાલ અલ્તાફભાઈ રાઠોડ અને પ્રોફેસર ડો. મીતાબેન થાનકી દ્વારા રક્ત આપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને કોલેજના વિદ્યાર્થીઓ સહિતનાએ રક્તદાન કરી 150 બોટલ જેટલું રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલના લેબ ટેકનીશ્યન સણથારા, ભાવિશા રમેશ, નર્સિંગ સ્ટાફના દેવાંગ થાનકી, સુરેશભાઈ, લેબ. આસીસ્ટન્ટ સોંદરવાભાઈ, પ્રમોદભાઈ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી ઉમદા સેવા આપી હતી. કાર્યક્રમમાં પ્રો. ડો. કશ્યપભાઈ જોષી, પ્રો. દર્શિનીબેન ભોજાણી, ચિત્રકાર કેશુભાઈ કેશવાલા, કોલેજના વહીવટી આર.બી. શ્રોફ, જીવા ટીંબા સહિતના રામબા કોલેજનો અને બી.એડ્. અને એમ.એડ્. કોલેજના વિદ્યાર્થીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...