તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આશા મેટરનીટી એન્ડ લેપ્રોસ્કોપી હોસ્પિટલ તથા રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

પોરબંદર શહેરમાં આશા મેટરનીટી એન્ડ લેપ્રોસ્કોપીક હોસ્પિટલ તથા રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કેમ્પમાં પિયુષ ચિત્રોડા, ધરા ચિત્રોડા સહિતના તબીબોએ સેવા આપી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લીધો હતો જેમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી. દર મહિનાના ચોથા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું પિયુષ ચિત્રોડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...