તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરવિંદ વાળા | પોરબંદર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવિંદ વાળા | પોરબંદર

પોરબંદરશહેરના વૃદ્ધ છેલ્લા 30 વર્ષથી અનેરી સેવા કરે છે. સેવાભાવી ગોવિંદભાઈ પટેલનું 60 વર્ષની ઉમરે પાગલોની સેવા કરવા માટેનું અદભુત પાગલપન. તેઓ પાગલોના આશ્રમ માટે શાકમાર્કેટમાં બાંકડે-બાંકડે ફરી 200 માણસોના ભોજન માટેનું શાકભાજી પૂરૂં પાડે છે.

કેટલા લોકો માનસિક રીતે અસ્થિર હોય છે અને તેવા લોકોની માનસિક સ્થિતિ વધુ કથળી જાય તો તેને પાગલ તરીકે ઓળખવામાં આવે છે. આવા પાગલોની સેવા કરવા માટે ભાગ્યે કોઈ આગળ આવે છે ત્યારે પાગલોની સેવા કરવા માટેનું અદભુત પાગલપન ધરાવતા પોરબંદર શહેરના પટેલ વૃદ્ધનું સેવાકાર્ય પ્રેરણાદાયી બની ગયું છે. પોરબંદરના સેવાભાવી ગોવિંદભાઈ જીવરાજભાઈ પટેલ દરરોજ સવારે 9:30 વાગ્યે અચૂકપણે વાડીપ્લોટ શાકમાર્કેટ પહોંચી જાય છે ત્યાં લોકો તથા શાકભાજીના વેપારીઓ પાગલો માટે કોથળામાં શાકભાજી આપે છે.

શાકભાજીનો કોથળો લઈ પ્રાગાબાપાના આશ્રમે પહોંચાડે છે. દરરોજ આશ્રમમાં 200 માણસોના ભોજન માટે શાકભાજીની વ્યવસ્થા કરી આપે છે. આશ્રમમાં 90 જેટલા પાગલો રહે છે ઉપરાંત ત્યાં સેવા કરવા માટે અનેક લોકો આવે છે. તેમના ભોજનની વ્યવસ્થા માટે નિત્યક્રમે શાકભાજીનું બાચકું પહોંચાડવાની જવાબદારી બખૂબીથી નિભાવે છે. પાગલો પ્રત્યેની સેવા તથા નિષ્ઠા અને પાગલોની સેવા કરવાના અદભુત પાગલપનને લોકો બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...