• Gujarati News
  • પોરબંદરમાં ભૂગર્ભગટર યોજના બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે : કોંગ્રેસ

પોરબંદરમાં ભૂગર્ભગટર યોજના બાદ રસ્તાઓ બિસ્માર બન્યા છે : કોંગ્રેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં કેટલાક લાંબા સમયથી ભૂગર્ભગટર અને પાણીની પાઈપલાઈનની કામગીરી ચાલી રહી છે અને રસ્તાઓ પર આડેધડ ખોદકામ કરી નાખવામાં આવ્યું છે અને ફરીથી તેમનું લેવલીંગ કરવામાં આવ્યું નથી અને શહેરના રસ્તાઓની બદતર હાલત કરી નાખવામાં આવી છે, જેમાં એસ.ટી. રોડથી નવા ફૂવારા સુધીમાં પડેલા રોડના ગાબડા બુરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

પોરબંદર કોંગ્રેસના આગેવાન દેવશીભાઈ પરમાર દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોરબંદર નગર સેવા સદનને રાજ્યસરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવતી હોય છે પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ કરવાને બદલે નગર સેવા સદનના સદસ્યો, જુદા-જુદા સમિતિના સભ્યો, એક્ઝીક્યુટીવ ચેરમેન વગેરે પ્રજાના પૈસાનો ગેરઉપયોગ કરી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી શહેરમાં ભૂગર્ભગટર અને પાણીની પાઈપલાઈનોની કામગીરીથી રસ્તાઓ ખોદી નખાયા છે.