• Gujarati News
  • આદિત્યાણા ગામે મૃત્યુ પામેલ ભૂંડ ઢસડવાની ના પાડતા લાકડી વડે હુમલો

આદિત્યાણા ગામે મૃત્યુ પામેલ ભૂંડ ઢસડવાની ના પાડતા લાકડી વડે હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઆદિત્યાણા કાદીપ્લોટ ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા રઘુભાઈ માલદેભાઈ સોલંકી (ઉ.વ. 70) ને મૃત્યુ પામેલ ભૂંડ ઢસડી જવાનું કીધું હતું પરંતુ રઘુભાઈએ ના પાડી દીધી હતી. જેથી રૂપીબેન મગનભાઈ સાદીયાએ રઘુભાઈને માથામાં લાકડીનો ઘા મારી દીધો હતો તેમજ રઘુભાઈની પત્નીને પણ ઢીકા-પાટુનો માર મારવામાં આવતા તેમણે રૂપીબેન મગનભાઈ સાદિયા, મગનભાઈ સાદિયા, વિજયભાઈ મગનભાઈ, વનિતાબેન મગનભાઈ વિરૂદ્ધ રાણાવાવ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.