ક્રાઇમ રીપોર્ટર | પોરબંદર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | પોરબંદર

પોરબંદર,કુતિયાણા અને રાણાવાવમાંથી પુરપાટ અને બેફિકરાઈથી વાહન ચલાવતા તેમજ જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત વિસ્તારમાં વાહન ઘૂસાડતા 8 જેટલા વાહનચાલકો સામે ગુન્હો નોંધાયો હતો. જેમાં પ્રવિણ ઝાલા તેમજ સ્કોર્પીયોચાલક સિધ્ધાર્થભાઈ મોદી, બગવદરના સરમણ મુશાર, ચૌટાના વાહનચાલક જમન મકવાણા, કાટવાણા ગામના કરશન કટારા, બાધા કોડીયાતર, કિંદરખેડાના વિંઝાભાઈ ઓડેદરા, બામણ ગામના નરોત્તમ ત્રિવેદી આમ 8 જેટલા વાહનચાલકો જેમાં કાર, છોટાહાથી, રીક્ષા, બાઈક ટ્રકના ચાલકોએ પુરપાટ ઝડપે અને અડચણરૂપ રાખતા ગુન્હો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...