તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર

પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતસાગર ડેમ પાસે દવા પીધા બાદ બિલેશ્વર પાસે તરફડીયા મારી રહ્યા હતા

ક્રાઈમ રીપોર્ટર. પોરબંદર

દેવભૂમિદ્વારકાના ભાણવડ ખાતે રહેતા એક પ્રેમીપંખીડાએ ભાણવડ નજીક ઝેરી ટીકડા ખાઈ લીધા બાદ બાઇક લઈને પોરબંદર તરફ આવી રહ્યા હતા. દરમિયાન બિલેશ્વર ગામ નજીક બન્ને ઢળી પડ્યા હતા અને ત્યાં વલખા મારતા નજરે પડતા કેટલાક સેવાભાવિએ યુવક-યુવતીને સારવાર માટે પ્રથમ રાણાવાવ અને ત્યારબાદ પોરબંદર લવાયા હતા.

ભાણવડ ખાતે રહેતી કાજલ પ્રફુલભાઈ પરમાર તથા વિશાલ કિરીટભાઈ રાજા નામના યુવક વચ્ચે પ્રેમસંબંધ હોય, પરિવાર અને સમાજ એક થવા નહીં દે તેવા ભયથી પ્રેમીપંખીડાએ ભાણવડ નજીકના સતસાગર ડેમ પાસે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા અને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બન્ને બાઇક લઈને પોરબંદર તરફ આવી રહ્યા હતા ત્યારે રાણાવાવ નજીકના બિલેશ્વર ગામે ઝેરી દવાની અસર વધુ પડતી થતાં બન્ને ત્યાં ઢળી પડ્યા હતા અને વલખા મારી રહ્યા હતા. રબારી સમાજનો એક પરિવાર સમુહલગ્નમાંથી પરત ફરી રહ્યો હતો અને તેમણે પ્રેમીપંખીડાને જોતાં તુરંત માનવતા દાખવીને સારવાર માટે રાણાવાવ ખસેડ્યા હતા ત્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં વધુ સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં કાજલ પરમારની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે.

યુવક અને યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...