તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારે બાઈકને ઠોકર મારતા એકને ગંભીર ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર-અડવાણારોડ ઉપર રામવાવ નજીક આજે બપોરના સમયે બેફામ બનીને દોડતી એક કારે પરપ્રાંતિય મજુરના બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત બનેલા શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મુળ રાજસ્થાન અને હાલ ફટાણા ગામે કૂવો ગાળવાની કામગીરી કરતો ભગવાનસિંહ રાવત નામનો શ્રમિક યુવાન બાઇક લઈને રામવાવથી કુણવદર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ આવતી એક કારે તેમને હડફેટે લીધો હતો. અકસ્માતમાં ભગવાનસિંહને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક 108 ના પાયલોટ ગિરીરાજસિંહ ઝાલા અને ઈએમટીએ પોરબંદરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...