તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ખાપટ ગામ પાસે સાડા બાર વીઘા જમીનમાં અશ્વદળનું યુનિટ બનશે

ખાપટ ગામ પાસે સાડા બાર વીઘા જમીનમાં અશ્વદળનું યુનિટ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસકર્મીઓ માટે 6 વીઘામાં ક્વાર્ટર બનાવાશે

કાયદોઅને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શીરે છે તે પોલીસ પાસે આધુનિક શસ્ત્રો છે, પોલીસદળમાં શ્વાન અને અશ્વનું પણ સ્થાન રહેલું છે. ચોરી, લૂંટ, હત્યા જેવા વિવિધ ગુન્હાઓમાં ડોગ સ્ક્વોડની મદદ લેવાઇ છે તો કેટલાક કિસ્સાઓમાં શ્વાનની મદદથી ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાય છે તો દરિયાકાંઠાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ માટે અશ્વદળ પણ પોલીસ પાસે તૈનાત છે.

પોરબંદર જિલ્લા પોલીસ પાસે અશ્વદળ છે જે પ્રથમ પોલીસ હેડ ક્વાર્ટર નજીક જગ્યા આપવામાં આવી હતી. ઉદ્યોગનગરનું પોલીસ સ્ટેશન નવું બનાવાતા તે બિલ્ડીંગ હાલ અશ્વદળને અપાયું છે ત્યાં પોલીસના અશ્વો માટે ખાસ તબેલો બનાવાયો છે. પોલીસદળ પાસે રહેલા કુલ 6 અશ્વોની વાત કરીએ તો બે મારવાડી, બે કાઠીયાવાડી અને બે અરબી અશ્વોનો સમાવેશ થાય છે. અશ્વોની દેખરેખ પાછળ પણ અઢળક ખર્ચ કરવામાં આવે છે. જિલ્લા પોલીસ દ્વારા અશ્વદળનું એક ખાસ યુનિટ બનાવવાનો નિર્ણય કર્યો છે.

ખાપટ ગામે અશ્વદળના યુનિટ માટે જમીન ફાળવાઇ છે. સાડા બાર વીઘા જમીનમાં અશ્વદળનું યુનિટ બનાવાશે. જેમાં 6 વીઘામાં પોલીસ કર્મીઓના ક્વાર્ટર બનાવાશે અને અન્ય જગ્યાઓમાં અશ્વો માટેનું રહેઠાણ બનાવાશે સરકાર દ્વારા અશ્વો માટે ખાસ જમીન ફાળવાઇ છે. જિલ્લા પોલીસના અશ્વદળ દ્વારા દરિયાકાંઠે અને ગ્રામ્યવિસ્તારોમાં સમયાંતરે પેટ્રોલીંગ કરાઇ છે અશ્વદળ માટે પણ આધુનિક સુવિધાઓ માટે ખાસ જમીન ફાળવવામાં આવી છે.

હાલ પોલીસદળ પાસે 6 જેટલા અશ્વો પર્યાપ્ત છે. }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...