તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર LCB ત્રાટકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે રેઇડ કરતા દેશી દારૂની ચાર ભઠ્ઠી પકડાઈ : 4 આરોપી પણ પોલીસનાં સકંજામાં

ક્રાઈમ રીપોર્ટર. પોરબંદર

બરડાડુંગરવિસ્તારમાં આમ તો વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડીને દારૂની ભઠ્ઠીઓને ઝડપી લેવામાં આવે છે પરંતુ દારૂના ધંધાર્થીઓ નાસી જવામાં સફળ રહે છે. આજે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ 4 જેટલી ટીમો બનાવીને બરડા ડુંગરના અલગ-અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઉપરાંત આરોપીઓને પણ દબોચી લીધા હતા.

બરડાડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે તેવી બાતમીના આધારે એલસીબીના પીઆઈ આર.ટી. વ્યાસ સહિતના સ્ટાફે અલગ-અલગ 4 જેટલી ટીમો બનાવીને બરડાડુંગરના કોઠાવાળા નેશ, ધોરીયા નેશ અને દાંતણીયા નેશ વિસ્તારમાં દરોડા પાડીને 4 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. જેમાં બરડાડુંગરમાં કોઠાવાળા નેશના પૂર્વે આરોપી ચના જીવા ગુરગુટીયાના કબ્જામાંથી આથો લીટર 750 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. 4000 તથા રબારી પાલા હીરા મોરીના કબ્જામાંથી આથો લીટર 600 તથા સાધનો મળી કુલ રૂા. 3000, ધોરીયાનેશ વિસ્તારમાંથી નારણ સાંગા ચાવડા 750 લીટર અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપીયા 3600, દાંતણીયા નેશની દક્ષીણે આરોપી રાજા જગા ગુરગટીયાના કબ્જામાંથી 650 લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી 3,000 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

પોરબંદરમાં બે બુરખાધારીઓ રહેણાંક મકાનમાં ત્રાટકીને ચોરી કરી ગયા

શહેરનાઠક્કર પ્લોટ તકીયા વિસ્તારમાં રહેતા યુસુફ હાસમ ચૌહાણના મકાનમાં શુક્રવારની રાત્રીના બે બુરખાધારી શખ્સો ત્રાટક્યા હતા. પરિવારજનોને ઉંઘતા રાખીને બન્ને શખ્સોએ લોખંડના કબાટમાં રહેલી રૂા. 20 હજારની રોકડ રકમ, સોનાનો ચેઈન, કાનની એરીંગ્સ, વીંટી સહિત કુલ 34.50 ગ્રામ સોનાના દાગીના કિં. રૂા. 51,750 મળી કુલ 71,750 ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જ્યારે યુસુફભાઈ ચૌહાણના પરિવારના મહિલા સભ્યની ઉંઘ ઉડી જતાં અને તેઓએ કોણ છે તેવું પુછતા બન્ને શખ્સો રોકડ રકમ અને દાગીના લઈને નાસી છુટ્યા હતા. બનાવ અંગે કીર્તિમંદિર પોલીસને જાણ કરતા પીએસઆઈ વાઘેલા સહિતનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...