• Gujarati News
  • ડીવાઈડર સાથે બાઇક અથડાતા બે યુવતિને ઇજા

ડીવાઈડર સાથે બાઇક અથડાતા બે યુવતિને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર-કુતિયાણાનેશનલ હાઈવે રોડ ઉપર ભોદ ગામના પાટીયા નજીક સ્કૂટી લઈને જતી બે યુવતિઓ ડીવાઈડર સાથે અથડાતા તેમને ઈજા પહોંચી હતી અને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સદનસીબે યુવતીઓ કાર હડફેટે ચડતા સહેજમાં રહી ગઈ હતી.

મોકર ગામે રહેતી ભક્તિ લાલજીભાઈ ટુકડીયા (ઉ.વ.18) અને નિરાલી જીવનભાઈ શિયાણી (ઉ.વ. 18) સ્કૂટી લઈને પોતાના ઘરેથી વાડી તરફ જઈ રહી હતી. દરમિયાન ભોદ ગામના પાટીયા પાસે આવેલા પેટ્રોલપંપ પાસે અચાનક ધસી આવેલી કારને જોઈને હતપ્રભ બની ગઈ હતી અને તેમનું સ્કૂટી ડીવાઈડર સાથે અથડાયું હતું અને બન્ને યુવતીઓને ઈજા પહોંચતા તાત્કાલીક સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.