• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર|કલેક્ટરનાં અધ્યક્ષસ્થાનેપી.એન.ડી.ટી. ની બેઠક યોજાઈ હતી, જેમાં સોનોગ્રાફી મશીનનો ગર્ભસ્થ

પોરબંદર|કલેક્ટરનાં અધ્યક્ષસ્થાનેપી.એન.ડી.ટી. ની બેઠક યોજાઈ હતી, જેમાં સોનોગ્રાફી મશીનનો ગર્ભસ્થ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર|કલેક્ટરનાં અધ્યક્ષસ્થાનેપી.એન.ડી.ટી. ની બેઠક યોજાઈ હતી, જેમાં સોનોગ્રાફી મશીનનો ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ માટે દૂરઉપયોગ કરનારા ડોક્ટરો સામે સખત પગલા લેવાનું બેઠકમાં નક્કી કરાયું હતું. વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં સોનોગ્રાફી મશીનની નોંધણી અને પી.એન.ડી.ટી. એક્ટ મુજબની કાર્યવાહીમાં બેદરકારી રાખનાર તબીબો સામે નિયમાનુસાર કડક પગલા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટર પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીનું મહત્વ સમજાવવા માટે જનજાગૃતી લાવવા માટે સતત ઝુંબેશ ચલાવવી જોઈએ માટે જરૂરી આઈ.આઈ.સી. પ્રવૃત્તિઓ, પ્રચાર-પ્રસાર સમયાંતરે થતા રહેવા જોઈએ તો ‘બેટી બચાવો બેટી વધાવો’ અભિયાન સાર્થક થશે.

પોરબંદર જિલ્લામાં પી.એન.ડી.ટી. ની બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...