તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • તત્કાલની ટીકીટમાં ગલ્લાતલ્લા કરનાર બુકીંગક્લાર્ક સસ્પેન્ડ થયો

તત્કાલની ટીકીટમાં ગલ્લાતલ્લા કરનાર બુકીંગક્લાર્ક સસ્પેન્ડ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના વેપારીએ DCM ને રજૂઆત કરતાં આકરૂં પગલું લીધું

પોરબંદરમાંઆજે એક વેપારી તત્કાલની ટીકીટ લેવા માટે રેલ્વેસ્ટેશને ગયા હતા દરમિયાન ટીકીટ આપવાને બદલે પાંચ મીનીટીમાં બુકીંગ ક્લાર્કે બારી બંધ કરીને બાજુની ટીકીટબારીમાંથી ટીકીટ લેવા જણાવ્યું હતું. બાબતે વેપારીએ ડી.સી.એમ. ને રજૂઆત કરતાં સીસી ટીવી ફૂટેજના આધારે બુકીંગ ક્લાર્કને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.પોરબંદરના બંગડીબજાર વિસ્તારમાં સાડીનો શો-રૂમ ધરાવતા એક વેપારીએ રેલ્વેની તત્કાલની ટીકીટ લેવા માટે સવારે 10:30 વાગ્યાના ટીકીટબારી ઉપર ઉભા હતા. જ્યારે વેપારીનો બુકીંગ માટે વારો આવ્યો ત્યારે બુકીંગ ક્લાર્ક અનુપ હૈદરે બાજુની ટીકીટબારીમાં ટીકીટ લેવા જણાવ્યું હતું પરંતુ ત્યાં પણ વેઈટીંગ હતું. રીતે વેપારી ટીકીટથી વંચીત રહેતા તેમણે તુરંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાનો સંપર્ક સાધતા તેઓએ રેલ્વેના ડી.સી.એમ. ને રજૂઆત કરવા જણાવતા વેપારીઓ બુકીંગ ક્લાર્કની ફરીયાદ ભાવનગર રેલ્વેના ડી.સી.એમ. ને કરી હતી અને સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બુકીંગ ક્લાર્ક અનુપ હૈદરની બેદરકારી હોવાનું સામે આવતાં તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...