તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રીનાં આયોજનને લઇ મહિલાને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાને થપ્પડ મારી એક યુવાન તલવાર લઇને મારવા દોડતા ફરિયાદ

પોરબંદરનામાર્કેટીંગ યાર્ડની બાજુમાં શિવમ સોસાયટીમાં નવરાત્રીના આયોજનને લઈને બોલાચાલી થતાં મહિલાને થપ્પડ મારી હતી તેમજ એક યુવાન તલવાર લઈને મારવા દોડ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. પોરબંદરના માર્કેટીંગ યાર્ડની બાજુમાં શિવમ સોસાયટીમાં રહેતા રાધાબેન મુરૂભાઈ ઓડેદરા નવરાત્રીનું આયોજન સોસાયટીમાં કરે છે. તેના પાડોશી આશાબેન પોપટભાઈ ઓડેદરાએ બીજા માણસો પાસે ખરાબ વાતો કરી ગાળો પણ દીધી હતી. બાબતે રાધાબેન તથા તેમની બહેનપણી દીપાલીબેન ચોખવટ કરવા ગયા ત્યારે આશાબેને દીપાલીબેનને ચાર ઝાપટ મારી હતી તથા તેમના પતિ પોપટ ભીમા ઓડેદરાએ તલવાર લઈ મારવા દોડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...