• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • છાયાનાં પાલિકા પ્રમુખે સ્વીકાર્યું ભૂગર્ભગટરની કામગીરી નબળી

છાયાનાં પાલિકા પ્રમુખે સ્વીકાર્યું ભૂગર્ભગટરની કામગીરી નબળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર ન.પા. ના પ્રમુખ પણ છાયા ન.પા. ના પ્રમુખ જેવી કામગીરી ક્યારે કરશે?

છાયાશહેરમાં ભૂગર્ભગટર યોજનાની બેદરકારીભરી કામગીરી ઉપર પાલિકા પ્રમુખ નજર રાખી રહ્યા છે અને નબળી કામગીરી ચાલવા દેતા નથી. તો બીજી તરફ તેનાથી ઉલ્ટું પોરબંદર શહેરમાં જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરી બેદરકારીપૂર્વક થઈ રહી છે છતાં પાલિકાના શાસકોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે પોરબંદરવાસીઓ એવું કહી રહ્યા છે કે, છાયા નગરપાલિકાના પ્રમુખ જે રીતે જાગૃતતા દાખવી રહ્યા છે તે રીતે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ પણ જાગૃતતા દાખવે. તસ્વીર }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...