નેવલ બેઈઝ ખાતે 500 જેટલા કેડેટને યોગની તાલીમ અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનીભાગદોડભરી જીંદગીમાં માનસિક અને શારીરિક રાહત માટે યોગા શ્રેષ્ઠ હોવાનું વિશ્વના દેશોએ પણ માન્યું છે ત્યારે 21 મી જુનને વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પોરબંદરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ઈન્ડીયન નેવી એક્સ્ટ્રીમ ફીટનેશ કેર અને વાડોકાઈ કરાટે ડો એકેડમી દ્વારા સરદાર પટેલ નેવલ બેઈઝ ખાતે તા. 12 થી 21 જુન સુધી નેવીના કેડેટોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. ઉપરાંત દુનિયામાં પ્રચલીત પતંજલી યોગ, અષ્ટાંગ યોગ, હોટ યોગા, ટ્રેડીશન યોગા, એરીયલ યોગા ઉપર ખાસ માર્ગદર્શન તજજ્ઞો દ્વારા અપાશે.

અન્ય સમાચારો પણ છે...