તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં રબારી સમાજનાં પ્રથમ સમુહ લગ્ન યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાંરબારી યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા શૈક્ષણિક કાર્યક્રમની સાથેસાથે સમાજ સેવાના ભાગરૂપે સમુહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં સૌપ્રથમ વખત રબારી સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન માધવાણી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. નવદંપતિના આશિર્વચન સમારોહમાં રબારી સમાજના ભુવાઆતા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરમાં રબારી યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા માધવાણી કોલેજના આંગણે સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 23 જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. લગ્ન પાછળ થતાં ખોટા ખર્ચને અટકાવવા તેમજ જ્ઞાતિની એકતા અને સંગઠન માટે પ્રકારના સમાજલક્ષી સેવાયજ્ઞોનું આયોજન યુવા વિદ્યાર્થ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નોત્સવના આશિર્વચન સમારોહમાં રબારી સમાજના ભુવા આતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નવદંપતિઓનું જીવન સુખમય નીવડે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. તો સામાજીક અને રાજકીય પક્ષોના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમુહ લગ્નનું સફળ આયોજન રબારી યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.

23 જેટલા નવયુગલોઅે પ્રભુતામાં પગલા માંડ્યા }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...