તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં છેલ્લા એક માસમાં ટ્રાફિકને નડતરરૂપ 390 વાહનો ટોઈંગ કરાયા

પોરબંદરમાં છેલ્લા એક માસમાં ટ્રાફિકને નડતરરૂપ 390 વાહનો ટોઈંગ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~ 32,880 નો દંડ વસુલાયો : દરરોજ 10 થી 15 જેટલા વાહનોને ટોઈંગ કરાય છે

પોરબંદરશહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. કેટલાક કોમર્શીયલ બિલ્ડીંગમાં પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાને કારણે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આડેધડ પાર્ક કરાતા દ્વિચક્રિ વાહનોને ટોઈંગ કરવામાં આવે છે અને વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે.

પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકની સમસ્યામાં વધારો કરનાર વાહનચાલકો સામે ટ્રાફિકપોલીસ દ્વારા આકરા પગલા લેવામાં આવે છે. આડેધડ પાર્કિંગ કરનાર દ્વિચક્રી વાહનોને ટોઈંગ કરવા માટે ખાસ એક ટ્રોલી બનાવવામાં આવી છે. નિયમિત 15 થી 20 જેટલા વાહનોને ટોઈંગ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 1 માસમાં કુલ 390 જેટલા વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે અને વાહનચાલકો પાસેથી 32,880 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ, સુદામા ચોક, માણેકચોક જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં દ્વિચક્રી વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે.

આડેધડ પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરીને ટ્રાફિક પોલીસચોકી ખાતે લાવવામાં આવે છે અને ત્યાં વાહનચાલકો પાસેથી રૂા. 80 થી 100 જેવો દંડ વસૂલવામાં આવે છે. નગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળોએ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે તેમ છતાં કેટલાક વાહનચાલકો પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવાને બદલે જાહેર રસ્તા ઉપર વાહન પાર્ક કરી દે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત 15 થી 20 જેટલા વાહનોને ટોઈંગ કરવામાં આવે છે તેમ છતાં વાહનચાલકો યોગ્ય સ્થળે પાર્કિંગ કરવાની શિસ્તતા દાખવતા હોવાને કારણે ટ્રાફિક પોલીસની સમસ્યામાં વધારો થાય છે.

આડેધડ કાર પાર્ક કરનાર સામે કોઈ પગલા નહીં

ટ્રાફિકપોલીસ દ્વારા આડેધડ પાર્ક કરાયેલા દ્વિચક્રી વાહનોને ટોઈંગ કરવામાં આવે છે પરંતુ સૌથી મોટી સમસ્યા ફોર વ્હીલની છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ કાર પાર્ક કરી દેવામાં આવે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે તેમજ અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે. ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ કાર પાર્કિંગ કરનારા સામે પણ કાયદાનો દંડો ઉગામવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...