તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદર પુલ પાસે વૈકલ્પિક રસ્તા બિસ્માર હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર-સોમનાથનેજોડતા કોસ્ટલ હાઈવે ઉપર ભાદર પુલનો કેટલોક ભાગ તૂટી ગયાને 8 માસ જેવો સમય વિતી ગયો છે, ત્યારબાદ તેના સમારકામનું ટેન્ડર બહાર પડાયું છે અને હજુ કામગીરી લાંબો સમય સુધી ચાલશે ત્યારે હાલ જે વૈકલ્પિક રસ્તાઓ અપાયા છે તે બિસ્માર હાલતમાં છે જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

સોમનાથ-દ્વારકા હાઈવે પર આવેલા ભાદરપુલ તૂટી ગયો હોવાથી તે રસ્તા માટે વૈકલ્પિક માર્ગ ફાળવાયો છે પરંતુ માર્ગની હાલત અત્યંત ખરાબ છે જેને કારણે માર્ગનું સમારકામ કરાઇ તે માટેની રજૂઆત કરાઇ હતી. ત્યારે કામ માટેની મંજુરી મળી ગઈ હોવા છતાં પણ હજુ સુધી કામ શરૂ કરાયું નથી. કુતિયાણા-મહિયારી-બગસરા તથા બગસરા-કડછ-મોચા રોડ માટેના ટેન્ડરો પણ પાસ થઈ ગયા છે. પરંતુ વહીવટી પ્રક્રિયાને કારણે હજુ સુધી કામગીરી હાથ ધરાઇ નથી ત્યારે ધારાસભ્ય જાડેજાએ માર્ગ-મકાન વિભાગ મંત્રી નિતીનભાઈ પટેલને પત્ર પાઠવીને વહેલી તકે અંગેની કામગીરી શરૂ કરાઇ તેવી માંગ કરી છે. વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર પ્રવાસીઓનો પણ ટ્રાફિક વધુ રહે છે તેથી વહેલી તકે રસ્તાઓની કામગીરી શરૂ કરાય તે અંગે રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...