તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લાનાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરાયું

જિલ્લાનાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 8 માર્ચથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

એજ્યુકેશનલ રીપોર્ટર. પોરબંદર

આગામીદિવસોમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આજે હોલ ટીકીટનું વિતરણ કરાતા મોટી સંખ્યામાં છાત્રો શાળા ખાતે હોલ ટીકીટ લેવા માટે ઉમટી પડ્યા હતા.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 8 મી માર્ચથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. આજે હોલ ટીકીટનું વિતરણ કરાયું હતું. જેને પગલે ધોરણ 10 અને 12 ના છાત્રોઓ સ્કૂલ ખાતે હોલ ટીકીટ લેવા માટે પહોંચી ગયા હતા. બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી માટે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા મહત્વપૂર્ણ હોય આથી પરીક્ષાને લઈને છાત્રોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિદ્યાર્થીઓ સ્કૂલમાં હોલ ટિકીટ લેવા ઉમટી પડ્યા. }કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...