તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરના મીંયાણી ગામે વિકાસ અધિકારીઓ ગામની મુલાકાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના મીંયાણી ગામે વિકાસ અધિકારીઓ ગામની મુલાકાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગામલોકોએ ઘેરઘેર શૌચાલય બનાવવા માટેનાં શપથ લીધા

પોરબંદરનામીંયાણી ગામે વહેલી સવારે વિકાસ અધિકારીઓએ ટીમ સાથે ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં ઘરે ઘરે શૌચાલય બનાવી સ્વચ્છતા રાખવાના શપથ લેવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર સ્વચ્છતાને લઈ અનેક અભિયાનો ચલાવી રહી છે અને ‘ખૂલ્લામાં જવાનું ટાળવું’ જેવા સુત્રોથી સરકાર દ્વારા ઘરેઘરે શૌચાલય બનાવવામાં આવે છે, જેથી કરી ગામ, શહેર અને દેશ સ્વસ્થ રહે અને વધી રહેલા રોગચાળાને પણ ઓછો કરી શકીએ તેવા ઉદેશ્યથી પોરબંદરના મીંયાણી ગામે વહેલી સવારે જિલ્લાના વિકાસ અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા જેમાં જિલ્લાના વિકાસ કમીશનર જયંતીબેન રવિ તેમજ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમ સાથે ગામની મુલાકાત લઈ ગામના આગેવાનો સાથે ગામમાં રેલી કાઢી તેમ ગામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ગ્રામજનોએ પણ સંપૂર્ણ સહકાર આપી અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમે ઘરે-ઘરે શૌચાલય બનાવશું અને બહાર શૌચાલય ટાળશું તેવા ઉદેશ જયંતીબેન રવિ અને સમગ્ર વિકાસ અધિકારીઓએ ગ્રામજનોને જાગૃત કરી સમજાવવામાં આવ્યા હતા.

બાળકો સહિત ગ્રામજનોએ ગામમાં રેલી કાઢી હતી તસ્વીર- રામ મોઢવાડીયા

અધિકારીઓએ લોકોને માર્ગદર્શન આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો