તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બગવદરમાં યમુના મહારાણીનાં મંદિરે લોટી ઉત્સવનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગવદરમાં યમુના મહારાણીનાં મંદિરે લોટી ઉત્સવનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુર્યરન્નાદે મંદિરમાં ઠાકોરજીના પલનાના દર્શન, કૃષ્ણલીલા અને ઢાઢીલીલા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

પોરબંદરનજીકના બગવદર ગામે આવેલા સુપ્રસિદ્ધ સુર્ય રન્નાદે મંદિરમાં યમુના મહારાણીજીનું મંદિર આવેલું છે, અહીં દર વર્ષે લોટી ઉત્સવનું આયોજન કરાય છે. વર્ષે પણ તા. 17 સપ્ટેમ્બર અને શનિવારના રોજ લોટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકે લોટી ઉત્સવ તેમજ સામૈયાનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ રાણારોજીવાડા ગામની મંડળી દ્વારા કૃષ્ણલીલા, ઢાઢીલીલા અને રાસની રમઝટ બોલાવવામાં આવશે. છેલ્લા 16 વર્ષથી લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષે પણ લોટી ઉત્સવ નિમીતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરાએ એક યાદીમાં જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, જે શ્રદ્ધાળુઓ યાત્રાએ ગયા હોય અને યમુનાજીની લોટી પધરાવી હોય તેમની લોટી વિનામૂલ્યે શાસ્ત્રોક્ત વિધીવિધાનથી ખોલી આપવામાં આવશે.

સુર્યરન્નાદે મંદીરમાં લોટી ઉત્સવનું આયોજન તસ્વીર- ધીરુભાઇ નિમાવત

વિનામુલ્યે શાસ્ત્રોક્ત વિધીથી ઉત્સવ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો