તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • આંતરરાષ્ટ્રીય ફોટોફેરમાં પોરબંદરના ફોટોગ્રાફરની 5 તસ્વીરો પસંદગી પામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય ફોટોફેરમાં પોરબંદરના ફોટોગ્રાફરની 5 તસ્વીરો પસંદગી પામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી આર્ટગેલેરીમાં આંતરરાષ્ટ્રીય ફોટોફેરનું આયોજન

ચેરીટેબલગૃપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી આર્ટગેલેરીમાં આંતરરાષ્ટ્રીય ફોટોફેરનું આયોજન 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, તેમાં પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર હરીશભાઈ લાખાણીની 5 કૃતિઓ પસંદગી પામી છે. 5 ફોટોગ્રાફ એવોર્ડ વિનીંગ ફોટોગ્રાફ છે. આંતરરાષ્ટ્રીય ફોટોફેરમાં ભારતભરમાંથી ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મુલાકાત લેતા હોય છે ત્યારે પોરબંદરના ફોટોગ્રાફરની 5 તસ્વીરો પસંદગી પામતા પોરબંદરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે અને સફળતા બદલ પોરબંદરના શ્રેષ્ઠીઓએ હરીશભાઈ લાખાણી ઉપર અભિનંદનવર્ષા કરી છે. અગાઉ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે હરીશભાઈ લાખાણીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું

યુવાનની ફોટો ગ્રાફીથી સૌકોઇ અભિભૂત થયા. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો