તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓમાં ટેટ પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાંરાજ્યભરમાં અનેક શિક્ષિત બેરોજગારો સરકારી નોકરી મળવાની આશાએ રાહ જોઈ રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા સરકાર દ્વારા શિક્ષકની નોકરી મેળવવા માટે બી.એડ્., પી.ટી.સી. લાયકાત ઉપરાંત ટેટની પરીક્ષા ફરજીયાત બનાવવામાં આવી છે અને પરીક્ષાઓ આપી ટેટ પાસ ઉમેદવારો આજે પણ શિક્ષકની નોકરી મળવાની આશા રાખીને બેઠા છે ત્યારે ટેટ ઉમેદવારોની ભરતી કરવાને બદલે સરકાર દ્વારા સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી આપવાના બદલે માત્ર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે જેથી ટેટ પાસ કાયમી ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, ઘણી શાળાઓમાં તો કોઈપણ પ્રકારની જાહેરાત આપ્યા વગર લાગતા-વળગતા પ્રવાસી શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી છે અને રાજ્યની તમામ શાળાઓમાં પ્રવાસી શિક્ષકો રાખવા માટે ડી.ઈ.ઓ. દ્વારા ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે તેમજ ટેટ પાસ તેમજ બી.એડ્. ની લાયકાત વગરના ઘણા ઉમેદવારોની પ્રવાસી શિક્ષકો તરીકે ભરતી કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ ભનુભાઈ દ્વારા કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને શાળાઓમાં ખાલી જગ્યા ભરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને સારો અભ્યાસ મળી રહે છે પરંતુ ટેટ પાસ અને બી.એડ્., પી.ટી.સી. ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી કાયમી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠા છે ત્યારે સરકાર દ્વારા જે શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા છે તેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવી પણ જરૂરી છે જેથી શિક્ષિત બેરોજગારો પોતાની સરકારી નોકરી પ્રાપ્ત કરવાનું સ્વપ્ન પૂરૂં કરી શકે તે વાત પણ નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, અનેક ખાનગી શાળાઓમાં ટેટ પાસ થયેલ શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓનું ભાવી રોડાતુ હોવાનું એડવોકેટે જણાવ્યું હતું. યોગ્ય શિક્ષણ મળી રહે માટે સરકાર દ્વારા મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો શિક્ષણ આપતા હોય રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો