તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • શહેરમાં રાઇડ્સની અન્ય જગ્યાએ ફાળવણી કરાતા વેપારીઓમાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં રાઇડ્સની અન્ય જગ્યાએ ફાળવણી કરાતા વેપારીઓમાં રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાહાથીવાળા ગ્રાઉન્ડમાં નાની-મોટી રાઈડ્સના ધંધાર્થીઓને અન્યત્ર જગ્યા ફાળવવામાં આવતા ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આથી હાથીવાળા ગ્રાઉન્ડમાં જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆતો આજે નાની-મોટી ચકરડીના ધંધાર્થીઓએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને પાલિકાના શાસકોને રજૂઆતો કરી હતી. પોરબંદરની ચોપાટી નજીક હાથીવાળા ગ્રાઉન્ડમાં બાળકો માટેની નાની-મોટી રાઈડ્સો રાખીને કેટલાક લોકો પોતાની આજીવિકા રળી રહ્યા છે અને લોકો દ્વારા નગરપાલિકાની નિયત ફી પણ ભરવામાં આવે છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાઈડ્સને અન્યત્ર ખસેડવામાં આવી છે જ્યાં લોકોની અવરજવર થતી નથી જેની અસર રાઈડસના ધંધાર્થીઓના ધંધા ઉપર પડી છે. જેને કારણે ધંધાર્થીઓ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. આજે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને રાઈડસના ધંધાર્થીઓએ હાથીવાળા ગ્રાઉન્ડમાં રાઈડસની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જગ્યા ફાળવવામાં નહીં આવે તો ધંધાર્થીઓ પોતાના પરિવારોને સાથે રાખીને આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો