તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનાે અર્જુન મોઢવાડીયાએ ઉધડાે લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનાે અર્જુન મોઢવાડીયાએ ઉધડાે લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઅને છાયા શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીમાં બેફામ ગોટાળા થઈ રહ્યા છે, શહેર ખાડા નગરી બની ગઈ છે ત્યારે બન્ને શહેરોની સળગતી સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પાણી પુરવઠા બોર્ડની રૂબરૂ મુલાકાત લઈને જવાબદાર અધિકારીઓને ઉધડા લઈ નાખ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બદલાશે તો ભૂગર્ભગટર યોજનાનું બેજવાબદાર કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને જેલમાં જવાનો વારો આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર અને છાયા શહેરમાં જે રીતે ભૂગર્ભગટર યોજનાની કામગીરી બેદરકારીપૂર્વક થઈ રહી છે તેના મુદ્દે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક ઈજનેર સીંધલની મુલાકાત લીધી હતી અને એવું જણાવ્યું હતું કે, ભૂગર્ભગટર યોજનાનું જે રીતે બેદરકારીભર્યું કામ થઈ રહ્યું છે તેને કારણે સરકારના અબજો રૂપીયા ડૂબવાના છે. ભૂગર્ભગટરનું કામ પેટા કોન્ટ્રાક્ટરો કરે છે અને અધિકારીઓ ‘આંખ આડા કાન’ કરે છે તેમજ નગરપાલિકાના શાસકોએ મોઢું બંધ કરી દીધું છે. પરંતુ જ્યારે ભાજપની સરકાર બદલાશે ત્યારે પેટા કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને જેલમાં જવાનો વારો આવશે. મોઢવાડીયાએ એવું પણ જણાવ્યું હતું કે, પોરબંદર અને છાયા શહેરને નવું રૂપ આપવા માટે મિશન સીટીની 872 કરોડની યોજના પૈકી 156 કરોડના ખર્ચે ભૂગર્ભગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. શહેરને નવા રંગ-રૂપ તો દૂર હાલ બન્ને શહેરો કદરૂપા બની ગયા છે.

અર્જુન મોઢવાડીયાએ જ્યારે અધિકારીઓ પાસે ગટરની પાઈપલાઈન નાખવાના સ્પેસીફીકેશન બાબતે ટેન્ડરની જોગવાઈઓ શું છે તેની વિગતો માંગતા અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ખોદાણ કર્યા બાદ તળીયામાં અડધો ફૂટ રેતી નાખીને રેતીના થર ઉપર પાઈપલાઈન નાખવાની હોય છે. પાઈપલાઈનને અડધા ફૂટ રેતીથી ઢાંકવાની હોય છે ત્યારબાદ ચોક્કસ ગુણવત્તાની મોરમથી પાઈપ અને ઈન્સપેક્શન ચેમ્બરના કામને પૂર્ણ કરવાનું હોય છે. મોરમને વોટરીંગ રોલીંગ કરીને વાહન ચલાવવા લાયક બનાવવાના હોય છે. જ્યારે મોઢવાડીયાએ પાઈપલાઈનની નીચે અને ઉપર રેતી નાખવાની જોગવાઈ છે ત્યારે એકપણ જગ્યાએ કેમ રેતી પાથરવામાં આવી નથી અને રેતી પાથરવાની આઈટમના લગભગ 11 કરોડ ક્યાં ચવાઈ ગયા તેવું કહેતા અધિકારીઓ ગેંગેફેંફે થઈ ગયા હતા અને પાઈપની ઉપર અને રેતી પાથરી હોવાના ગાણાં ગાયા હતા. અર્જુનભાઈ મોઢવાડીયાની સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીતુભાઈ આગઠ, રામદેભાઈ મોઢવાડીયા, રવિભાઈ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા.

ભાજપની સરકાર બદલાશે તો અધિકારીઓને જેલમાં જવાનો વારો આવશે

પોરબંદર અને છાયા શહેરની ભૂગર્ભગટર યોજનાની નબળી કામગીરીને લઈને

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો