તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રાજ્યકક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઆજથી 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો બુધવારે કલેક્ટરની ઉપસ્થિતિમાં દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. 650 થી પણ વધુ ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે ફાઈનલ મેચમાં સુરતના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા.

સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રીઝવાન આડતીયા ફાઉન્ડેશનના સહયોગથી બુધવારે 3જી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. કલેક્ટર દિનેશ પટેલની હાજરીમાં ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો હતો આજે ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ યોજાયો હતો તેમાં ઓપન તથા યુથ વિભાગના ફાઈનલ મુકાબલામાં સુરતની ટોચની નામાંકીત ટેબલ ટેનીસની ખેલાડી ફ્રેનાઝ છીપીયાએ મહિલા તેમજ યુથ ગર્લ્સ વિભાગમાં જીત મેળવી હતી. મહિલાઓના ફાઈનલ મેચમાં અમદાવાદની હેલી શાહને હરાવીને ફેનાઝ છીપીયાએ વિજય મેળવ્યો હતો. ઉપરાંત યુથ ગર્લ્સમાં સુરતની નીજ સીમીનને હરાવીને યુથનું ટાઈટલ કબ્જે કર્યું હતું. પુરૂષની ફાઈનલ મેચમાં સુરતના ટોચના નામાંકિત ખેલાડી હરમીત દેસાઈએ ભાવનગરના જીજ્ઞેશ જયસ્વાલ સામે વિજય મેળવ્યો હતો. જ્યારે યુથ બોયઝ વિભાગમાં કચ્છના ટોચના ખેલાડી ઈશાન હિંગોરા અને સુરતના હર્ષ સાચાનાન્દાનીને પરાસ્ત કરીને વિજય મેળવ્યો હતો. વિજેતા ખેલાડીઓને વેલજી પી. એન્ડ સન્સના મનિષભાઈ સિંધવ, જી.એમ.સી. ઈન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પૂર્ણેશ જૈન, જે.સી.આઈ. ના લાખણશીભાઈ ગોરાણીયા, પોરબંદર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એસો.ના પ્રમુખ રણછોડભાઈ શિયાળના હસ્તે ઈનામો આપીને સન્માનિત કરાયા હતા. ટુર્નામેન્ટમાં મુખ્ય નિર્ણાયક તરીકે મનિષ મહેતા, નાયબ નિર્ણાયક આર.જે. ભટ્ટ, અશ્વિન રાઠોડ, દિવ્યેશ વાઘેલા અને અંકુર જોષી તેમજ પોરબંદર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના મંત્રી સંજયભાઈ ઉપાધ્યાયે પોતાની સેવા આપી હતી.

સુરતની ખેલાડી ફ્રેનાઝ છીપીયાએ મહિલા અને યુથ ગર્લ્સમાં જીત મેળવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો