તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેલેન્જ સર્વિસ એકેડમી, JCI દ્વારા કારકિર્દી સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચેલેન્જસર્વિસ એકેડમી અને જેસીઆઈ પોરબંદર દ્વારા આગામી સમયમાં આવનારી સરકારી ભરતીઓના માર્ગદર્શન માટે ગોઢાણીયા કોલેજ ખાતે સેમીનારનું આયોજન કરાયું હતું. સેમીનારમાં ઉમેદવાર યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માર્ગદર્શન સેમીનારમાં નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર, એસ.આર.પી. જેલ સિપાહી, બિન હથીયારધારી પોલીસ કોન્સ્ટેબલ તથા ફોરેસ્ટ ગાર્ડ અને રેવન્યુ તલાટી વગેરે વિભાગની સરકારી નોકરીઓ માટેની પરીક્ષા કેવી રીતે પાસ કરવી જોઈએ તેનું માર્ગદર્શન આપવા જે.સી.આઈ. પોરબંદર અને ચેલેન્જ સર્વિસ એકેડમી દ્વારા સેમીનારનું આયોજન કરાયું હતું આગામી ટુંક સમયમાં પરીક્ષાઓ માટે ત્રણ મહિનાના તાલીમવર્ગો પણ શરૂ કરાશે. સેમીનારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, વનવિભાગના ભીમભાઈ સુંડાવદરા, રામદેવભાઈ મોઢવાડીયા, સરમણભાઈ બાપોદરા વગેરેએ જુદા-જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું. સેમીનારનું સંચાલન લાખણશી ગોરાણીયાએ કર્યું હતું અને આભારવિધી જેસીઝ પ્રમુખ સંજય કારીયાએ કરી હતી. સેમીનારને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના બિરાજ કોટેચા, સંદિપ કાનાણી, કેતન પટેલ, બલરામ તન્ના, અરૂણ સીસોદીયા તથા ચેલેન્જ સર્વિસ એકેડમીના નિલાક્ષભાઈ ઠાકર, ભાવિન વારા તથા નિમેશ ગોંડલીયા વગરેએ જહેમત ઉઠાવી હતી.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો