તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા સ્વબચાવ શિબિરનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંસુરક્ષા સેતુ સોસાયટી, જિલ્લા પોલીસ અને વાડોકાઈ કરાટે ડો એકેડમીના સહયોગથી મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા સેલ્ફ ડિફેન્સ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સરકારના મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત બાલુબા કન્યા વિદ્યાલય ખાતે મહિલા સ્વબચાવ ‘વિમેન્સ સેલ્ફ ડીફેન્સ ટ્રેનીંગ’ શિબિરનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શિબિરમાં મહિલાઓને સ્વબચાવની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. શિબિરના પ્રારંભના કાર્યક્રમમાં એસ.ઓ.જી. પી.આઈ. એમ.જે. બડમલીયા, પી.એસ.આઈ. સંતોકબેન ઓડેદરા, વાડોકાઈ કરાટે ડો એકેડમીના ડિસ્ટ્રીક્ટ ડાયરેક્ટર કેતન કોટીયા, સુરજ મસાણી, જયેશ ખેતરપાળ, મહેશ મોતીવરસ, જ્યોતી બુકેલીયા, મયુર ગોહેલ, બ્રિજેશ સોનીગ્રા, વત્સલ શુકલા, પુષ્પરાજસિંહ જેઠવા, કુનાલ ઓડેદરા, રોયલ ખોખરી, અરૂણાબેન મારૂ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ યોજાનારી શિબિરમાં વિદ્યાર્થીનીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો