તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દવાની ટીકડી ખાઈ જતાં યુવાનનું સારવારમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા સુભાષનગરમાં રહેતા એક યુવાને કોઈ કારણોસર દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી, જેથી યુવાનને મોઢા પર સોજા આવી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, સુભાષનગરમાં રહેતા નાથાભાઈ નારણભાઈ ચૌહાણ (ઉ. વર્ષ 35) નામના યુવાને કોઈ દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેમને મોઢા પર સોજા આવી જતાં સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. યુવાનના મોતથી તેમના પરિવારમાં આક્રંદ છવાયો હતો. અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો