તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાનદાર પર બુકાનીધારી બાઈકચાલકે એસિડ ફેંક્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાછાયા ગામમાં રઘુવંશી સોસાયટી વિસ્તારમાં રહેતો એક યુવાન છાયા વિસ્તારમાં એક દુકાન ચલાવતો હોય અને તે પોતાની દુકાને બેસી વેપાર કરી રહ્યો હતો. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો બાઈક લઈને ધસી આવ્યા હતા અને બન્ને શખ્સોએ યુવાનને પાન-ફાકીનું પુછ્યું હતું જેની યુવાને ના પાડી હતી તેથી બે શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ મોટરસાયકલ ચાલક મોઢે બુકાની બાંધી ધસી આવ્યો હતો અને યુવાન પર બોટલમાં રહેલું એસિડ ફેંકી દીધું હતું અને ત્યાંથી નાસી છુટ્યા હતા, જેથી શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. છાયામાં રહેતો દિનેશ હીરાભાઈ ખરા નામનો યુવાન પોતાની દુકાન પાસે બેસી વેપાર-ધંધો કરી રહ્યો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સો બાઈક સાથે ધસી આવ્યા હતા અને દિનેશને પુછ્યું કે પાન-ફાકી મળશે તે બાબતની દુકાનદારે ના પાડી હતી. જેથી બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા ત્યારપછી બાઈકચાલક મોઢે બુકાની બાંધી ફરી ધસી આવ્યો હતો અને દુકાનદાર કાંઈ સમજે તે પહેલા પોતાની પાસે રહેલી એસિડની બોટલમાંથી શખ્સે દુકાનદાર પર એસિડ ફેંકી દીધું હતું અને ત્યારબાદ નાસી છુટ્યો હતો. જેથી શખ્સો વિરૂદ્ધ દુકાનદારે કમલાબાગ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો