તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • કોંગ્રેસ આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ - આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના સમઢીયાળા ગામે દલિતો ઉપર થયેલા અત્યાચારોને લઈને સમગ્ર ગુજરાતમાં જે તંગ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી વ્યથીત છું, પરંતુ ભાજપ સરકારે દલિતો ઉપર થયેલા અત્યાચારના બનાવોમાં પૂરતા પગલા લીધા છે તેમજ પીડીતોને સહાય પણ કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું પોરબંદર ખાતે આવેલા સફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું.

સફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ દર્શનાબેન વાઘેલા આજે પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા અને તેમણે ભાજપ કાર્યાલય ખાતે દલિત સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજીને એવું જણાવ્યું હતું કે, દલિતો સાથે જે અત્યાચાર થયા છે તે નિંદનીય છે પરંતુ ઉનાની જે ઘટના બની છે તેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ત્વરીત પગલા લીધા છે. અત્યાચાર ગુજારનાર તત્વો સામે તાત્કાલીક ફરીયાદ નોંધાઈ છે અને તેની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવામાં આવી છે એટલું નહીં, અસરગ્રસ્તોને રોકડ રકમની સહાય પણ આપવામાં આવી છે અને જે કોઈ સહાય મળશે તે સરકાર તરફથી આપવામાં આવશે. ભાજપ સરકાર દલિતોની સાથે છે ત્યારે હાલની પરિસ્થિતિમાં દલિત સમાજના આગેવાનો શાંતિ જળવાઈ રહે તે દિશામાં સમાજને સમજાવે તે જરૂરી છે. રાહુલ ગાંધી આજે ઉનાની મુલાકાતે છે ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે, દલિતોની ચિંતા કરવા માટે રાહુલ ગાંધી ઉના ખાતે આવ્યા છે અને જ્યારે સંસદમાં દલિતોના મુદ્દે ચર્ચા ચાલતી હતી ત્યારે તેઓ ઉંઘતા ઝડપાયા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે.

પોરબંદર જિલ્લાના દલિત આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, બુધવારે જે ઘટના બની છે તેમાં દલિત સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યાં સુધી એક પણ અનિચ્છનીય ઘટના બની હતી. આવેદનપત્રના કાર્યક્રમ બાદ કેટલાક તોફાની ટોળાએ તોડફોડ કરી હતી તેમ છતાં દલિત સમાજના કેટલાક નિર્દોષ લોકોને ખોટી રીતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમજ 3000 ના ટોળા સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બાબતે સરકાર દ્વારા સકારાત્મક અભિગમ અપનાવવામાં આવે. જો કે દર્શનાબેન વાઘેલાએ તો બાબતે સરકારને રજૂઆત કરીને તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, મહામંત્રી અશોકભાઈ મોઢા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ પરમાર તેમજ દલિત સમાજના આગેવાન રાણાભાઈ શીંગરખીયા, હીરાભાઈ સોલંકી, ભરતભાઈ શીંગરખીયા, અરજનભાઈ સાદીયા, વજશીભાઈ ચાવડા, ભીમભાઈ સાદીયા, હરદાસભાઈ, મગનભાઈ સાદીયા, પ્રકાશભાઈ રાઠોડ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા દર્શનાબેન વાઘેલાએ ખાતરી આપી હતી. તસ્વીર-કે. કે. સામાણી

સફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષે કર્યા આક્ષેપો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો