તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના દલિત આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના દલિત આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાસમઢીયાળા ગામની ઘટના બાદ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દલિત સમાજના યુવાનો દ્વારા ઝેરી દવા પી ને આપઘાતના પ્રયાસોના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે પોરબંદરમાં વધુ એક ઘટના સામે આવી છે. વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને ઉનાની ઘટનાથી વ્યથીત થઈને ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કરતા તેમને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉનાની ઘટના બાદ દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દલિત યુવાનોએ ઘટનાને લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે ત્યારે પોરબંદરના વિરડી પ્લોટમાં રહેતા રાજા જેઠા પાંડાવદરા નામના યુવાને આજે બપોર બાદ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉનામાં બનેલી ઘટના અને પોરબંદરમાં થયેલી તોફાનની ઘટનાઓથી વ્યથીત થઈને તેમણે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. હાલ તેમની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને દલિત સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

ઉનાના સમઢીયાળા ગામે દલિતો ઉપર અત્યાચારની ઘટનાને લઈને

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો